કોરોના રસીની ટ્રાયલ ગુજરાતમાં પણ શરૂ થશે, જાણો કઇ પાંચ મેડિકલ કોલેજમાં મળી મંજૂરી?
Continues below advertisement
કોવિડ 19 ની રસીના (Covid vaccine) ક્લિનિકલ રિસર્ચ માટે ગુજરાતમાં પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યની પાંચ મેડિકલ કોલેજોને (medical colleges) ક્લિનિકલ ટ્રાયલ (clinical trial) માટે મંજૂરી આપવામાં આવી છે જેમાં બીજે મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ, GMERS કોલેજ સંલગ્ન હોસ્પિટલ સોલા, GMERS સંલગ્ન હોસ્પિટલ ગાંધીનગર, એમ કે શાહ મેડિકલ કોલેજ ચાંદખેડા, SGVP મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલનો સમાવેશ થાય છે. તમામ કોલેજ સંલગ્ન હોસ્પિટલોને ક્લિનિકલ ટ્રાયલ માટે તૈયારીઓ કરવા સૂચના આપવામાં આવી છે. ભારત બાયોટેક (Bharat Biotech) દ્વારા તૈયાર કરાયેલી રસી માટે ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી આપવામાં આવી છે.
Continues below advertisement