ઘરે બેઠા ગરબાઃ ABP અસ્મિતાના માધ્યમથી વર્ચ્યુઅલ ગરબાનો અનોખો અનુભવ
Continues below advertisement
આસો સુદ નવરાત્રિના ત્રીજા દિવસે નવદુર્ગાના ચંદ્રઘંટા સ્વરૂપની અર્ચના થાય છે. મા ચંદ્રઘંટાનું સ્વરૂપ ખૂબ જ કલ્યાણકારી માનવામા આવે છે. તેમના માથા પર ઘંટના આકારનો અર્ધ ચંદ્રાકાર છે, તેથી તેમને ચંદ્રઘંટા કહેવાય છે. તેમનું સ્વરૂપ સુવર્ણ સમાન મનાય છે અને મા ચંદ્રઘંટાને દસ હાથ હોય છે. . દસ હાથમાં બાણ, ખડગ, ગદા સહિત અનેક અસ્ત્ર સુશોભિત છે. તેમનું વાહન સિંહ છે. તેમની મુદ્રા યુદ્ધ માટે તત્પર હોય તેવી છે. તેમની આરાધના કરવાથી મણિપુર ચક્ર પ્રવિષ્ટ થાય છે.
Continues below advertisement