Gift City Liquor Permit | Shaktisinh Gohil નો દાવો ગિફ્ટ સિટીમાં દારૂની છૂટથી મહિલાઓની સુરક્ષા ઘટશે

Continues below advertisement

Gift City Liquor Permit | ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂના વ્યસનને મુક્તિ બાબતે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે એબીપી અસ્મિતા સાથે ખાસ વાતચીત કરી શક્તિસિંહ ગોહિલે ભાજપ પર ટિપ્પણી કરતા કહ્યું કે ભાજપના લોકો પીવે છે પણ બીજે જઈને પી આવે છે. કોંગ્રેસનું શાસન હતું ત્યારે દારૂબંધીનો ચુસ્ત અમલ હતો, કોંગ્રેસના શાસનમાં દારૂબંધીમાં પણ વિકાસ થયો છે. તેમનાં શાસનમાં નવરાત્રિમાં વહેલી સવાર સુધી ગરબા રમતા હતા, દીકરીઓ સુરક્ષિત હતી, હમણાં તો રાત્રે 12:00 વાગ્યામાં ગરબા બંધ કરી દેવામાં આવે છે પરંતુ તેમના સમયમાં મોડે સુધી ગરબા રમવાની છૂટ આપવામાં આવતી હતી કેમકે દારૂબંધીનો ચુસ્ત અમલ હતો. હાલ રાજ્યમાં કહેવા પૂરતી દારૂબંધી છે જોઈએ એ બ્રાન્ડનો , જ્યાં જોઈએ ત્યાં મળી રહે છે, જો દારૂ બંધી હટાવવામાં આવે તો ગુનાખોરી વધી શકે. શક્તિસિંહ ગોહિલ એ પણ કહ્યું કે તેઓ ભાવનગર અને આપણા સાથે ચૂંટણી લડ્યા હતા પરંતુ ક્યારેય તેમને ચૂંટણીમાં મત મેળવવા માટે દારૂનો ક્યારેય ઉપયોગ નથી કર્યો એટલે કે દારૂ વહેંચ્યો નથી. જોકે શક્તિસિંહ ગોહિલે શંકરસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવેલ નિવેદન અંગે ટીપણી કરવાનું ટાળી તેમના નિવેદનને તેમનો અંગત નિવેદન ગણાવ્યું. સાથે સાથે શક્તિ છીએ એ પણ દાવો કર્યો કે તેમને જીવનમાં ક્યારેય દારૂનું સેવન નથી કર્યું.



Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram