ગીર સોમનાથ:કિશોરી પર બળાત્કાર ગુજારનાર આરોપીને પકડવાની માંગ સાથે મુસ્લિમ સમાજની રેલી
Continues below advertisement
ગીર સોમનાથના કોડીનારમા 14 વર્ષની કિશોરી પર બળાત્કાર ગુજારનાર આરોપીને પકડવાની માંગ સાથે મુસ્લિમ સમાજે રેલી યોજી હતી. મુસ્લિમ સમાજના લોકોએ રેલી યોજીને મામલતદારને આવેદન પાઠવ્યું હતું. મુસ્લિમ સમાજે મુખ્ય આરોપી પ્રવીણ ઝાલાની ધરપકડ કરી ફાંસીની સજા આપવાની માંગ કરી હતી. મહત્વનું છે કે 14 વર્ષ ની કિશોરી પર ત્રણ ત્રણ વાર બળાત્કાર આચરનાર ભાજપના નેતા પ્રવીણ ઝાલા ફરિયાદ થયા બાદ હજુ પોલીસની પક્કડમાં આવ્યો નથી ત્યારે પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે.
Continues below advertisement