Gold Price: તહેવાર ટાણે વધ્યા સોના ચાંદીના ભાવ, જાણો પ્રતિ ગ્રામ કેટલા વધ્યા ભાવ?
Continues below advertisement
સોનામાં રેકોર્ડ હાઈવાળી સ્થિતિ જોવા મળી રહી છે. ફેસ્ટીવ સીઝનમાં વધતી માંગ અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેજીના પગલે સોનાના ભાવ નવી ઊંચાઈ સ્પર્શી રહ્યા છે. કાલે કોમેક્સ પર સોનાના ભાવ નવી ઊંચાઈ પર પહોંચ્યા હતા. જેની અસર આજે ઘરેલુ બજારોમાં જોવા મળી રહી છે. આજે એમસીએક્સ પર સોનું કારોબારની શરૂઆતમાં જ પહેલીવાર 77,500 ના લેવલે પહોંચ્યું. 77,564 ના લેવલ પર ખુલ્યું હતું અને ત્યારબાદ તેનાથી પણ ઉપર ગયું. જો તમે પણ સોનું અને ચાંદી લેવાનું વિચારતા હોવ તો એકવાર લેટેસ્ટ રેટ પર નજર ફેરવો.
વાયદા બજારમાં ભાવ
વાયદા બજારમાં આજે સવારે 10 વાગ્યાની આસપાસ સોનું 471 રૂપિયાની તેજી સાથે 77,578 રૂપિયાના લેવલ પર પહોંચ્યું હતું. જે કાલે 77,107 રૂપિયાના સ્તરે બંધ થયું હતું. આ દરમિયાન ચાંદી 987 રૂપિયા ચડીને 92,731 રૂપિયા પ્રતિ કિલોગ્રામના લેવલ પર હતી. જે કાલે 91,744 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.