જામનગર કસ્ટમ વિભાગમાંથી એક કરોડનું સોનું ગાયબ થયાની નોંધાઇ ફરિયાદ
Continues below advertisement
જામનગરના કસ્ટમ વિભાગમાંથી અધધ કહી શકાય તેવા એક કરોડનું સોનું ગાયબ થયાનું સામે આવતા ચકચાર મચી ગઇ છે. કસ્ટમ વિભાગના કોઈ કર્મચારીએ રૂ.1.10 કરોડનું સોનું પોતાના અંગત લાભ માટે સગેવગે કરી દીધાની ઘટના બની છે. કચ્છ કસ્ટમ દ્વારા ભૂકંપ સમયે જામનગર કસ્ટમમાં આ સોનુ જમા કરાવ્યું હતું. ત્યારે આ સોનું પાછું સોંપતી વેળાએ 2 કિલો જેટલું સોનુ ઓછું મળ્યું હતું. જામનગર કસ્ટમ વિભાગ દ્વારા સિટી-બી ડિવિઝનમાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
Continues below advertisement