ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ?

Continues below advertisement
ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટી રહ્યું હોય તેવી ચિત્ર સામે આવી રહ્યું છે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 1110 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 11 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4193 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 12881 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,12,839 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 61 દર્દી વેન્ટીલેટર પર છે અને 12820 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,29,913 પર પહોંચી છે. રાજ્યમાં ગઈ કાલે અમદાવાદ કોર્પોરેશનમાં 8, સુરત કોર્પોરેશનમાં 2 અને મહેસાણામાં 1 મોત સાથે કુલ 11 લોકોના કોરોનાથી મોત થયા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram