માસ્ક નહીં પહેરનારને કોવિડ કેર સેન્ટરમાં કોમ્યુનિટી સર્વિસ માટે મોકલવાના દંડ પર સરકારે દર્શાવી અસમર્થતા : HC

Continues below advertisement
અમદાવાદ: રાજ્યમાં માસ્ક નહીં પહેરનારા લોકોને 10 દિવસ માટે કોવિડ કેર સેન્ટરમાં કોમ્યુનિટી સર્વિસ કરવા માટે આદેશો જારી કરવાની માંગણી સાથે હાઇકોર્ટ સમક્ષ પિટિશન થઈ છે. જે અંગે સુનાવણી થઈ. માસ્ક ના પહેરનાર ને કોવિડ કેર સેન્ટરમાં કોમ્યુનિટી સર્વિસ માટે મોકલવાનો દંડ કરવામાં સરકારે પોતાની અસમર્થતા દર્શાવી છે. એડવોકેટ જનરલે કોર્ટમાં નિવેદન આપ્યું કે, આની અમલવારી લગભગ અશક્ય છે. કોર્ટે કહ્યું.જો પગલાં નહીં લેવાય તો સ્થિતિ બગડી શકે. કોર્ટે કહ્યું, આ સમય કડક પગલાં લેવાનો છે. જો હમણાં કાર્યવાહી કરશો તો બે અઠવાડિયામાં સ્થિતિ સુધરશે. કોર્ટે કહ્યું સરકાર કઈ રીતે અમલવારી કરાવશે એ જોવાની જવાબદારી સરકારની છે. કડક અમલવારી મુદ્દે કોર્ટ જરૂરી નિર્દેશો જારી કરશે. હાલ ઝડપી અને અસરકારક કામગીરીની જરૂર છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram