રાજ્યમાં હવે લગ્ન, સત્કાર સમારોહ જેવી ઉજવણીમાં 100 લોકોને જ મળશે મંજૂરી

Continues below advertisement
ગાંધીનગર: કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને લઈ રાજ્ય સરકારે લગ્ન સમારોહ જેવી ઉજવણીઓમાં સ્થળની ક્ષમતાના 50 ટકા થી ઓછા પરંતુ વધુમાં વધુ 100 વ્યક્તિઓની મર્યાદામાં આયોજન કરવાનું રહેશે તેવી જાહેરાત કરી છે. રાજ્ય સરકારે આ મર્યાદા 200 રાખી હતી, પરંતુ કેસ વધતા અને સુપ્રીમ કોર્ટની ફટકાર મળતા આ મર્યાદા 100 લોકોની કરી દેવામાં આવી છે. આ ઉપરાંત મૃત્યુના કિસ્સામાં અંતિમ વિધિ અને ધાર્મિક વિધિમાં મહત્તમ 50 વ્યક્તિઓની મર્યાદા રાખવામાં આવી છે. જે શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે તે શહેરોમાં કર્ફ્યૂ સમય દરમિયાન લગ્ન કે અન્ય સમારોહની ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણયોનો અમલ સમગ્ર રાજ્યમાં આવતીકાલ મંગળવારની મધ્યરાત્રિથી કરવામાં આવશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram