ગુજરાત ભાજપના ક્યા ટોચના નેતાના વેવાઈ સામે 130 કરોડ રૂપિયાની ટેક્સ ચોરીની ફરિયાદ નોંધાઈ, જુઓ વીડિયો
Continues below advertisement
કેંદ્રીય કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલાના વેવાઈ સામે 130 કરોડ રૂપિયાની ટેક્સ ચોરીની ફરિયાદ નોંધાઈ છે. મોરબી નજીક નેશનલ હાઈવે ઉપર આવેલી કોલસાની પેઢીએ રૂપિયા 130 કરોડના સીએસટી અને વેટ વેરો ન ભરી સરકારી તિજોરીને નુકસાન કર્યું હોવાનો મામલો સામે આવ્યો છે. કુલ ચાર આરોપીઓ છે. ઇસુ નારંગ, ચંદુલાલ હરજીભાઈ પટેલ, રુદ્ર રાજુ શાહ અને યુનુશ સામે ગુનો નોંધવામા આવ્યો છે. આરોપી ચંદુલાલ પટેલ કેન્દ્રીય મંત્રી પરશોતમ રૂપાલા અને મોરબી માળીયાના માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના વેવાઈ થતા હોવાની માહિતી સુત્રોમાંથી મળી છે પરંતુ હાલ પોલીસ આ અંગે કઈ કહેવા તૈયાર નથી અને તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે.
Continues below advertisement