Gujarat Corona cases: રાજ્યમાં સતત 25માં દિવસે કોરોના કેસની નવી સપાટી, છેલ્લા 24 કલાકમાં 14 હજારથી વધુ નવા કેસ નોંધાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Apr 2021 12:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર યથાવત છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ સામે આવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પ્રથમ વખત 14,097 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 152 લોકોનાં મૃત્યુ થયા છે . તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 6171 પર પહોંચી ગયો છે. અત્યાર સુધી 3,67,972 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખને પાર પહોંચી ગઈ છે.