Gujarat Farmers | ખેડૂતોને સહાય ક્યારે? | હજુ સુધી રાતી પાઇ મળી નથીઃ કોંગ્રેસ

Continues below advertisement

Gujarat Farmers | ખેડૂતોને સહાય ક્યારે? | હજુ સુધી રાતી પાઇ મળી નથીઃ કોંગ્રેસ

પાક નુકસાન અંગે ટૂંક સમયમાં સરકાર હવે સહાયની ચૂકવણી કરી શકે છે અને આ સંકેત ખુદ કૃષિમંત્રી રાઘવજી પટેલે આપ્યા. સાબરકાંઠાના હિંમતનગરમાં સાબર ડેરીના ઓડીટોરિયલ હોલમાં યોજાયેલ લોકાર્પણ કાર્યક્રમમાં રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા. જ્યાં તેમણે કહ્યું કે વરસાદથી થયેલ નુકસાનનો સર્વે થઈ ચૂક્યો છે અને સતવરે સહાયની ચૂકવણી કરવામાં આવશે. જુલાઇ મહિનાના એન્ડમાં અતિવૃષ્ટિ થઈ તી એના હિસાબે જે નુકસાન થયું હતું ખેડૂતોને એની ચૂકવણીનું કામ ચાલુ છે. ઓગસ્ટ મહિનામાં જે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને ખેતી પાકને અને ખેતીની જમીનના ધોવાણને નુકસાન થયું હતું એના માટે આનું સર્વેનું કામ પૂર્ણ થઈ ગયું છે અને ટૂંક સમયમાં સરકાર સહાયની જાહેરાત કરશે.

જો કે આ તરફ ફરી એકવાર કિસાન કોંગ્રેસના અગ્રણી પાલ આંબાલિયાએ સહાયની લઈ સરકાર પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું: કે અત્યાર સુધીમાં ત્રણ વાર નુકસાન થયું, સરકારે સર્વે પણ કર્યો, પરંતુ ખેડૂતોને એક પણ રૂપિયાની સહાય હજી સુધી નથી મળી. દરેક વખતે સરકાર સર્વે કરે છે, પરંતુ સહાય નથી મળતી. કાવમોસમી વરસાદ થયો છે એનું આજની તારીખમાં સર્વે નથી થયું. ઓગસ્ટ મહિનામાં જે વરસાદ થયો છે એનું સર્વે પણ આજની તારીખમાં નથી થયું. જુલાઈ મહિનામાં જે સર્વે થયો છે એ વરસાદનું સર્વે થયું છે. સરકારે 350 કરોડની જાહેરાત પણ કરી છે પણ એક પણ રાતી પાય આજની તારીખમાં ખેડૂતને મળી નથી. એ જ રીતે આ અતિવૃષ્ટિમાં જમીન ધોવાણ થયા છે. એમાં ખેડૂતોને રાતીપાય મળી નથી. અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે ચાલુ વર્ષનું ખેડૂતોનું જે પાક ધિરાણ છે એ સંપૂર્ણપણે માફ કરવામાં આવે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram