Police helpline number | પોલીસ દમન મુદ્દે ગુજરાતના નાગરિકો 14449 નંબર પર કરી શકશે ફરિયાદ
Continues below advertisement
Police helpline Number | સોલામાં પોલીસ કર્મીઓના તોડ કાંડનો વિવાદ. તોડકાંડ બાદ રાજ્ય સરકારે પોલીસ દમનની ફરિયાદ કરવા માટે નાગરિકો માટે બનાવી છે હેલ્પ લાઈન. 14449 નંબર પર નાગરિકો કરી શકશે ફરિયાદ. બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, એરપોર્ટ મહત્વના ટ્રાફિક જંકશન્સ પોલીસ સ્ટેશન અને અદાલતોમાં આ નંબર ની પ્રસિદ્ધિ માટે સરકાર કાર્યવાહી કરશે એવી એડવોકેટ જનરલે કોર્ટને ખાતરી આપી. ન્યુઝ પેપર, રેડિયો અને ટેલિવિઝન જેવા પ્રસાર માધ્યમોમાં પણ જનજાગૃતિ માટે પ્રસિદ્ધિ કરાશે, તેમ એડવોકેટ જનરલે જણાવ્યું હતું. હેલ્પ લાઇન નંબર યોગ્ય રીતે કાર્યરત છે તેનું મોનીટરીંગ અમદાવાદ પોલીસ કમિશનર ની જવાબદારી રહેશે, તેમ હાઈકોર્ટે નિર્દેશ આપ્યા હતા. કમિશનર કચેરીમાં જ આ હેલ્પ લાઇન માટે કંટ્રોલ રૂમ ઉભો કરાયો હોવાની એડવોકેટ જનરલે કોર્ટને આપી ખાતરી. કોર્ટે અરજીનો કર્યો નિકાલ.
Continues below advertisement