Gujarat Heatwave | હજું પાંચ દિવસ રાજ્યના લોકોને નહીં મળે ગરમીથી રાહત, જુઓ વીડિયો
Continues below advertisement
એક તરફ દેશના મધ્ય અને પશ્ચિમ છેડે ભીષણ ગરમી પડી રહી છે તો બીજી તરફ દેશના પૂર્વ છેડે આવેલા બંગાળની ખાડીમાં, નૈઋત્યના ચોમાસા પહેલા વાવાઝોડુ આકાર પામી રહ્યું છે, પરંતુ આ વાવાઝોડાની અસરને કારણે ગુજરાત સહીત રાજસ્થાનમાં પડી રહેલ ભીષણ ગરમી ઓછી નહી થાય.હવામાન વિભાગે આગાહી કરી છે કે, હજુ પણ આગામી પાંચ દિવસ ગુજરાતમાં કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું. છેલ્લા એક સપ્તાહથી સતત ઉચે જ ઉચે જઈ રહેલા ગરમીના પારાને કારણે અસહ્ય લાગતી ગરમી હવે ભીષણ લાગી રહી છે. ગુજરાતમાં આ વર્ષે મે મહિનામાં નોંધાયેલી ગરમીએ પાછલા અનેક વર્ષના મે મહિનામાં નોંધાયેલ ગરમીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ગુજરાતના અલગ અલગ શહેરમાં મે મહિનામાં નોંધાયેલ ગરમીનો રેકોર્ડ તુટી રહ્યો છે.
Continues below advertisement