Kumar Kanani | કિર્ગીસ્તાનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની મદદ કરવા માટે MLA કાનાણીએ લખ્યો PMOનો પત્ર
કિર્ગિસ્તાનમાં 13 મેથી હિંસા ભડકી રહી છે. ત્યારે આ વચ્ચે ઘણા ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે, જેમાંથી ગુજરાતની પણ ઘણી વિદ્યાર્થિનીઓ છે. શિક્ષણ માટે ગયેલી વિદ્યાર્થિનીઓ કિર્ગીસ્તાનની રાજધાની બિશ્કેકમાં ફસાઈ છે. ત્યારે કિર્ગિસ્તાનમાં ફસાયેલી સુરતની રિયા લાઠીયાએ પરિવારજનો સાથે વોટ્સએપમાં વીડિયોકોલ પર વાત કરી છે અને હાલ તે સલામત હોવાની અંગે જાણ કરી છે.કિર્ગિસ્તાનમાં ફસાયેલી સુરતની રિયાએ પોતાના પરિવારજનો સાથે વોટ્સએપમાં વીડિયોકોલ દ્વારા વાત કરી છે. રિયાએ તેના પરિવારને જણાવ્યું કે તે સલામત છે અને કિર્ગિસ્તાનમાં હાલ કોઈ ચિંતા જેવો માહોલ નથી. સાથે જ તેણે પરિવારને જણાવ્યું કે આજથી કિર્ગિસ્તાનથી ભારતની ફ્લાઇટ શરૂ થઈ છે અને ભારત સરકાર પણ પ્રયત્ન કરી રહી હોવાનું જણાવ્યું છે. રિયા દોઢ વર્ષથી કિર્ગિસ્તાનમાં MBBSનો અભ્યાસ કરી રહી છે. હાલ ત્યાં વેકેશન જાહેર કરવામાં આવ્યું છે અને આ સમસ્યા ઉભી થઈ છે.