Gujarat Heavy Rain Alert| રાજ્યના છ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ | Abp Asmita | Weather Updates

Continues below advertisement

હવામાન વિભાગની  (Meteorological Department) આગાહી મુજબ ગુજરાતના આ 6 જિલ્લામાં આજે ગાજવીજ સાથે વરસાદનું (rain)  અનુમાન છે, ગુજરાતના (Gujarat)ના છ જિલ્લામાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુ છે. દક્ષિણ ગુજરાત અને બે સંઘ પ્રદેશમાં આજે  ભારે વરસાદ વરસી શકે છે.

દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદ.. વરસી શકે છે અન્ય જિલ્લામાં સામાન્ય વરસાદની હવામાન વિભાગની આગાહી  છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ (yellow aler) . તો દીવમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે (Meteorological Department) આગાહી (forecast) વ્યક્ત કરી છે.  

શુક્રવારે રાજ્યના 128 તાલુકામાં વરસાદ નોંધાયો

શુક્રવારે રાજ્યના 128 તાલુકામાં વરસાદ નોંધાયો છે.  નવસારીના ગણદેવીમાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ.. તો ચીખલી, વ્યારા અને વલ્લભીપુરમાં અઢી ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં રાજ્યમાં 26.32 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.. સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 36.29, તો કચ્છમાં 34.91 ટકા વરસાદ વરસ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram