Gujarat Heavy Rain Forecast | ગુજરાતના આ 6 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી Watch Video
Continues below advertisement
રાજ્ય પર હાલ બે સિસ્ટમ સક્રિય થતા આજે છે.. જિલ્લામાં છૂટા છવાયા ભાગોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના છૂટા છવાયા સ્થળો પર આજે ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, દક્ષિણ ગુજરાતના ભરૂચ અને મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લાના છૂટા છવા સ્થળો પર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ચોમાસાની સિઝનો અત્યાર સુધીમાં 120.80% વરસાદ વરસ્યો છે. છે જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં સીઝનનું 183.32% તો સૌરાષ્ટ્રમાં સીઝનનું 128.44% વરસાદ વરસી ચૂક્યો છે. આ તરફ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સીઝનનો 122% જ્યારે મધ્ય ગુજરાતમાં ચોમાસાની સીઝનનો 116.31% અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સીઝનો અત્યાર સુધીમાં 104.37% વરસાદ વરસી ચૂક્યો છે.
Continues below advertisement