Ambalal Patel: ગુજરાતમાં ભુક્કા બોલાવી દેશે વરસાદ: અબાલાલ પટેલની તોડફોડ આગાહી

Continues below advertisement

આગામી ચાર દિવસ ગુજરાતમાં ચોમાસાના બદલે ઉનાળાનો અનુભવ થશે તેવું અનુમાન અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કર્યું છે. અરબી સમુદ્રના પવનો નબળા રહેતા, બંગાળના ઉપસાગરનું વહન નિષ્ક્રિય રહેતા અને મોન્સુન ધરી દેશના ઉત્તરીય પર્વતીય પૂર્વીય ભાગોમાં સરકતા વરસાદની શક્યા ઓછી છે. જોકે 17થી 24 જુલાઈ દરમિયાન ગુજરાતમાં મેઘરાજા ફરી થશે મહેરબાન. 14 અને 15મી જુલાઈએ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે. ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

અંબાલાલ પટેલે કહ્યું હતું કે જોકે 16 જૂલાઇ બાદ મેઘરાજા ફરી રાજ્ય પર મહેરબાન થશે. દેશના ઉત્તરીય પર્વતીય પૂર્વીય ભાગોમાં સરકાર વરસાદની શક્યા ઓછી છે. 11થી 15 સુધી ગુજરાતમાં વરસાદી ઝાપટાં અને દરિયા કિનારે વરસાદ પડી શકે છે.

તેમના મતે અરબી સમુદ્રના પવનો નબળા રહેતા ગુજરાતમાં હાલ ચાર દિવસ વરસાદની શક્યતા ઓછી છે. બંગાળના ઉપસાગરની સિસ્ટમ નિષ્ક્રિય રહેતા ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત છે. 17થી 24 જૂલાઇ  દરમિયાન ગુજરાતમાં મેઘરાજા ફરી મહેરબાન થશે. 14 અને 15મી જૂલાઈએ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram