Chaitar Vasava: 'ભરૂચ પોલીસને હપતા આપી બેફામ વેચાય છે દારૂ': ચૈતર વસવાનો પોલીસ પર ગંભીર આરોપ

Continues below advertisement

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ આજે એક ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે આરોપ મૂક્યો છે કે ભરૂચ શહેરમાં વિદેશી અને દેશી દારૂનું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે અને આ પ્રવૃત્તિમાં સ્થાનિક પોલીસની કથિત સંડોવણી છે. વસાવાએ જણાવ્યું કે કેટલાક સ્થાનિક યુવાનોએ તેમને આ મામલે ફરિયાદ કરી છે. તેમના જણાવ્યા અનુસાર, શહેરમાં ઉચ્ચ ગુણવત્તાનો વિદેશી દારૂ અને કેમિકલ મિશ્રિત દેશી દારૂ વેચાય છે. વધુમાં, તેમણે દાવો કર્યો કે આ ગેરકાયદેસર વ્યાપારમાં પોલીસ સહાય કરે છે અને હપ્તા ઉઘરાવે છે.

ધારાસભ્યએ જણાવ્યું કે તેમની પાસે પોલીસ દ્વારા હપ્તા લેવાના 35 જેટલા વીડિયો પુરાવા છે, જેમાં એલસીબી, એસઓજી અને બી ડિવિઝનના અધિકારીઓ સામેલ છે. તેમણે આરોપ મૂક્યો કે આ હપ્તાનો એક ભાગ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટી સુધી પહોંચે છે. વસાવાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે દારૂબંધીના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા અલગ છે. તેમણે ચેતવણી આપી કે જો સાત દિવસમાં આ મામલે કાર્યવાહી નહીં થાય તો તેઓ જનતા સાથે રસ્તા પર ઉતરશે, દારૂના ઠેકાઓ પર રેડ કરશે અને મોટા પાયે આંદોલન કરશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram