Gujarat Rain | સુરતના ઉમરપાડામાં 5 ઇંચ તૂટી પડ્યો વરસાદ, છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદ
હવામાન વિભાગની આગાહીની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્રમાં સારા વરસાદનો અનુમાન છે. 4 અને 5 જુલાઇએ પણ મધ્યમ વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું હતું. જે મુજબ ગુજરાતના દક્ષિણ વિસ્તારમાં સહિત કેટલાક વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જાણીએ વરસાદ અપડેટ્સ
જાણીએ છેલ્લા 24 કલાકમાં ક્યાં જિલ્લામાં કેટલો પડ્યો વરસાદ. છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં વરસાદ વરસ્યો છે. અહી છેલ્લા 24 કલાકમાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે.રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 22.62 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં 30.21 ટકા વરસાદ વરસ્યો છે. તો કચ્છમાં સિઝનનો અત્યાર સુધીમાં 25.63 ટકા વરસાદ પડ્યો છે. દ.ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 25.44 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ઉતર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 15.66 ટકા વરસાદ વરસ્યો, મધ્ય ગુજરાત સિઝનનો અત્યાર સુધીમાં 14.98 ટકા વરસાદ વરસ્યો છે.