Gujarat Rain Updates | સાબરકાંઠાના આ જિલ્લામાં ધોધમાર ચાર ઈંચ વરસાદ| Rain Updates

Continues below advertisement

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 207 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ મહેસાણાના વિજાપુરમાં પોણા છ ઇંચ વરસાદ વરસ્યો હતો. તે સિવાય તલોદમાં સવા પાંચ ઇચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદની આગાહી વચ્ચે સાબરકાંઠામાં વરસાદ શરૂ થયો હતો હિંમતનગર, તલોદ, પ્રાંતિજ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં પ્રાંતિજમાં ચાર ઈંચ, હિંમતનગરમાં ચાર ઈંચ, ઈડરમાં સવા બે ઈંચ, પોશિનામાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો.

તે સિવાય છેલ્લા 24 કલાકમાં માણસામાં સાડા ચાર, પ્રાંતિજમાં ચાર ઈંચ, રાધનપુરમાં ચાર ઈંચ, હિંમતનગરમાં ચાર ઈંચ, મહેસાણામાં સાડા ત્રણ ઈંચ, ડીસામાં સાડા ત્રણ ઈંચ, આણંદમાં સવા ત્રણ ઈંચ, પાલનપુરમાં સવા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.
છેલ્લા 24 કલાકમાં ખેરાલુમાં અઢી ઈંચ, સરસ્વતીમાં અઢી ઈંચ, ધરમપુરમાં અઢી ઈંચ,જોટાણામાં અઢી ઈંચ, દાંતીવાડામાં અઢી ઈંચ,કુકાવાવમાં અઢી ઈંચ, વઘઈમાં સવા બે ઈંચ, ઈડરમાં સવા બે ઈંચ,ખંભાતમાં સવા બે ઈંચ, વડગામમાં સવા બે ઈંચ,દિયોદરમાં સવા બે ઈંચ, મોડાસામાં સવા બે ઈંચ, ખેરગામમાં બે ઈંચ, સિદ્ધપુરમાં બે ઈંચ, આહવામાં બે ઈંચ, કપડવંજમાં બે ઈંચ, થરાદમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો.
 
Gujarat Rain Updates | સાબરકાંઠાના આ જિલ્લામાં ધોધમાર ચાર ઈંચ વરસાદ| Rain Updates 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram