બનાવટી ફાર્માસિસ્ટ પર લગામ કસવા માટે ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલે એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધર્યો

Continues below advertisement
ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ હવે બનાવટી અને લેભાગુ ફાર્માસિસ્ટ પર લગામ કસવા માટે એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. અત્યાર સુધી ફાર્મસી થયેલ ઉમેદવારોને ફાર્મસી કાઉન્સિલ તરફથી રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ આપવામાં આવતું હતું. જોકે હવે તેની સાથે ફાર્મસી કાઉન્સિલ ફાર્માસિસ્ટની ઓળખ ઉભી થાય અને ગેરરીતિ અટકાવી શકાય તે માટે સ્માર્ટ કાર્ડ આપશે. જેની વિશેષતા એ હશે કે બારકોડ વાળા આ કાર્ડમાં તેનું નામ, લાયસન્સ નંબર ,વગેરે સહિતની મહત્વની જાણકારીનો ઉલ્લેખ કરવામાં આવશે. જેથી કરીને સામાન્ય માણસથી લઇને તપાસ અધિકારી પણ ફાર્માસિસ્ટની ચોકસાઈ કરી શકશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram