Gujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?
Gujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?
કમોસમી વરસાદની આગાહી વચ્ચે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે સવારે દાહોદ જિલ્લામાં અમૂક જગ્યાએ વરસાદી ઝાપટું પડ્યું હતું. આ સિવાય અમદાવાદ સહિત અનેક શહેરોમાં સવારથી ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળ્યું હતું.
રાજ્યમાં ઠંડીનો માહોલ બરાબર જામ્યો છે. શિયાળા ઋતુમાં આ વખતે ડિસેમ્બરમાં ફરી એકવાર માવઠાને લઇને સમાચારો સામે આવ્યા છે. હવામાન વિભાગ અને આગાહીકારોના મતે આગામી દિવસોમાં ગુજરાતમાં માવઠું થશે. તાજા અપડેટ પ્રમાણે, ગુજરાતમાં 26 થી 28 ડિસેમ્બર સુધી માવઠુ થશે.
મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાનું સંકટ તોળાયુ છે. રાજ્યમાં અત્યારે ડિસેમ્બરની ઠંડીથી લોકો ઠૂંઠવાયા છે, ત્યારે વધુ એક આફત આવશે. હવામાન આગાહીકારોના મતે, આગામી 26 થી 28 ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં ઠેર ઠેર માવઠું થઇ શકે છે. રિપોર્ટ પ્રમાણે, 26 ડિસેમ્બરે રાજ્યમાં કચ્છ, દ્વારકા, પોરબંદરમાં વરસાદની આગાહી છે, આ ઉપરાંત 26 ડિસેમ્બરે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદ ખાબકી શકે છે. આગામી 27 ડિસેમ્બરે પણ કચ્છ, બનાસકાંઠા અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માવઠુ થશે. 28 ડિસેમ્બરે ફરી એકવાર કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં કડકડતી ઠંડી વચ્ચે વરસાદી માહોલ રહેશે. જો ગુજરાતમાં અચાનક આ માવઠુ થશે તો ખેડૂતોને મોટા નુકસાનની ભીતિ છે. ઉભો પાકને મોટુ નુકસાન પહોંચી શકે છે.