ત્રણ દિવસથી ગુજરાતમાં વરસાદ નોંધાયો નથી. ગુજરાતમાંથી મેઘરાજાએ વિદાય લીધી છે. ત્યારે હવે ગુજરાતમાં શિયાળાની ધીમી શરુઆત થઈ છે. રાજ્યમાં ધીમે ધીમે ઠંડી આગળ વધી રહી છે. વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવે હવામાન વિભાગ દ્વારા વરસાદની કોઈ શક્યતાઓ સેવી નથી.
હવામાન વિભાગે જાહેર કરેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુરુવારે રાજ્યમાં 21.5 ડિગ્રીથી લઈને 27.6 ડિગ્રી વચ્ચે લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. 21.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ગાંધીનગરમાં રાજ્યનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. જ્યારે ઓખામાં રાજ્યનું સૌથી ઉંચુ 27.6 ડિગ્રી લઘુત્તમ નોંધાયું હતું.
ધીમે ધીમે શિયાળો આગળ વધી રહ્યો છે ત્યારે રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનો પારો ધીમે ધીમે નીચે જશે. થોડા દિવસોમાં શિયાળાની ઠંડી ચાલું થશે. જોકે, અત્યારે રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અહેસાસ થાય છે જ્યારે દિવસ દરમિયાન ગરમી અનુભવાય છે.
Gujarat Weather Updates | દિવાળીમાં પડશે ઉનાળા જેવી ગરમી!, જાણો આગાહી| Abp Asmita