Gundaraj in Savar Kundla: સાવરકુંડલામાં 'ગુંડારાજ', ભાજપના નેતા સહિત 3 લોકો પર હુુમલો
અમરેલીના સાવરકુંડલામાં ભાજપના નેતા સહિત 3 લોકો પર હુુમલો. આ ઘટનાને લઈ હિંદુ સંગઠનોમાં ભારે રોષનો માહોલ ફેલાયો. હુમલાના વિરોધમાં સાવરકુંડલા શહેરના વેપારીઓએ બંધ પાળ્યું. અને મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા. નાવલી વિસ્તારમાં લોહાણા સમાજવાડીના પાર્કિંગનું કામ ચાલી રહ્યું છે. અહીં કેટલાક શખ્સોએ પાર્કિંગ આડે કેબિન મૂકી દીધી. જેને લઈ તેમને કેબિન હટાવવાનું કહેતા તેઓ ગુસ્સે થયા અને હુુમલો કર્યો. હુમલામાં લોહાણા સમાજના પ્રમુખ જગદીશ માધવાણી. સાવરકુંડલા શહેર ભાજપના મહામંત્રી રાજેશ નાગરેચા. અને તેજસ રાઠોડ નામનો વેપારી ઈજાગ્રસ્ત થતાં ત્રણેયને સારવાર અર્થે સાવરકુંડલાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા. ઘટનાની જાણ થતાં જ રાજકીય અગ્રણીઓ અને હિંદુ સંગઠનના આગેવાનો હોસ્પિટલે દોડી આવ્યા. હુમલાના વિરોધમાં સાવરકુંડલા શહેરના વેપારીઓએ બંધ પાળી વિરોધ દર્શાવ્યો. બનાવની જાણ થતાં જ પોલીસ પણ દોડી આવી. રહીમ, ઈબ્રાહીમ અને સાહબુદ્દીન સહિત પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. ચાર આરોપીને પોલીસે દબોચી લીધા છે.