Harsh Sanghavi | ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના...હર્ષ સંઘવીએ કોને કહ્યું આવું?

Continues below advertisement

 ગુજરાતમાં મોડી રાત સુધી ગરબા રમવાની છૂટછાટ પર હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. આ મુદ્દા પર વિપક્ષના વાર બાદ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પલટવાર કર્યો હતો. સંઘવીએ કહ્યું હતું કે મોડી રાત સુધી ગરબાની છૂટછાટથી કેટલાકના પેટમાં દુખ્યુ છે. ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના ?

ગાંધીનગરના થનગનાટ ગરબા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે  મોડે સુધી ગરબા રમવાની છૂટછાટ આપી તો અમુક લોકોના પેટમાં દુખવા લાગ્યું છે એનું શું કરવું. ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના છે. ગયા વર્ષે પણ મોડા સુધી લોકો ગરબા રમ્યા હતા અને આ વર્ષે પણ મોડે સુધી ગરબા રમવાના છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram