ITI ઈન્સ્ટ્રક્ટરની ભરતી પ્રક્રિયા મુદ્દે હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
Continues below advertisement
આઈ.ટી.આઈ ઇન્સ્ટ્રકટર ની ભરતી પ્રક્રિયા મુદ્દે હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે, કોર્ટે ઠેરવ્યું છે કે અનામતની બેઠકો ભરવા માટે cut off mark ઘટાડી અને અનામતની બેઠકો ભરી શકાય. ગૌણ સેવા પસંદગી મંડળ વર્ષ 2015માં iti ઇન્સ્ટ્રકટરની 1226 પોસ્ટ માટેની ભરતી ની જાહેરાત બહાર પાડી હતી... જેમાં અલગ અલગ કેટેગરી માટે કટ ઓફ માર્ક નક્કી કરવામાં આવ્યા હતા...આ ભરતી પ્રક્રિયામાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામતની જોગવાઇ કરવામાં આવી, પરંતુ મેરિટના કટ ઓફ માર્ક ના આધાર પર મહિલા અનામત સહિતની અનામતની બેઠકો ભરી શકાય તેમ નહોતી... જેના કારણે આ બેઠકો પુરુષ ઉમેદવારો ને માટે તબદીલ કરવી પડે તેવી સ્થિતિ હતી. આ સ્થિતિમાં સરકારે નિર્ણય લીધો કે અનામતની બેઠકો છે કે અનામતની બેઠકો ભરી શકાય તે માટે કટ ઓફ માર્ક ઘટાડવામાં આવે... જોકે આ નિર્ણયની સામે અમુક પુરુષો ઉમેદવારોએ હાઇકોર્ટમાં પીટીશન કરી અને સરકારના નિર્ણયને પડકાર્યો હતો
Continues below advertisement