Heavy Rain| આગામી 7 દિવસમાં ગુજરાતમાં પડશે ભારેથી અતિભારે વરસાદ| Heavy Rain Forecast

Continues below advertisement

 રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે, આગામી સાત દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં નવી સાયક્લૉનિક સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે. ખાસ વાત છે કે અત્યાર સુધી રાજ્યમાં 74 ટકા વરસાદ ખાબક્યો છે. 

રાજ્યમાં વરસાદને લઇને મોટું અપડેટ સામે આવ્યુ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સાત દિવસ વરસાદ પડશે. લેટેસ્ટ અપડેટ પ્રમાણે, રાજ્યમાં ફરીથી વરસાદનું જોર વધશે. આગામી સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની પડશે. કેમકે અરબી સમુદ્રમાં નવી સાયક્લૉનિક સર્ક્યૂલેશન સિસ્ટમ સક્રિય થઇ છે. આમાં સુરત, ભરૂચ, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત તાપી, નવસારી, વલસાડ, દાહોદમાં ભારે વરસાદની પડવાની આગાહી કરાઇ છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 74 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram