Heavy Rain News | દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના 12 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ | Abp Asmita

Continues below advertisement

 દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના 12 જિલ્લામાં છૂટા છવાયા સ્થળો પર આજે ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે મધ્ય ગુજરાતના મહિસાગર, દાહોદ, પંચમહાલ અને છૂટા ઉદયપુર જિલ્લાના છૂટા છવાયા સ્થળે આજે ભારે વરસાદ વરતીશે. છે તો આ તરફ સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ રાજ્યમાં ચોમાસાની સીઝનનો અત્યાર સુધીમાં 123.83% વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છ જિલ્લામાં સીઝનનો 183.32% વરસાદ ખાપકી ચૂક્યો છે. તો સૌરાષ્ટ્રમાં ચોમાસાની સીઝનનો અત્યાર સુધીમાં 129.29% દક્ષિણ ગુજરાતમાં 127.16% વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં ચોમાસાની સીઝનનો 120.2% અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સીઝનનો 106.47% વરસાદ વરસી ચૂક્યો છે. વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યાં યલો એલર્ટ, દમણ અને દાદરાનગર હવેલીમાં આપવામાં આવ્યું છે. સાથે જ આરવલ્લી, મહિસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં યલો એલર્ટ છે તો છોટા ઉદયપુર, નર્મદા, ભરૂચ અને સુરતમાં પણ યલો અલર્ટ આપવામાં આવ્યું છે. તાપી, ડાંગ, નવસારી અને વલસા. માં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ રીતે દક્ષિણના ભાગોમાં વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે સાથે જ સંઘપ્રદેશ દમણ દેવ દાદરાનગર હવેલીમાં પણ વરસાદ વરસ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram