Hemprabhu Surishwarji Maharaj | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

Continues below advertisement

નવસારીના 92 વર્ષીય ગચ્છાધિપતિ આચાર્ય હેમપ્રભુ સુરેશ્વરજી મહારાજનું શુક્રવારે સાંજે અવસાન થયું. બપોરે તેમની પાલખી યાત્રા નીકળી હતી. ત્રણ મહિનાથી નવસારીના આદિનાથ જૈન સંઘમાં ચાતુરમાસ નિમિત્તે તેઓ બિરાજમાન હતા. છેલ્લા કેટલાક દિવસોથી ઇન્ફેક્શનની બીમારીથી તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

કચ્છથી આવેલા હેમજી શ્રી મહારાજ સાહેબના અવસાનથી સમાજમાં ખૂબ જ દુઃખની લાગણી છે. યુવાનો માટે આ ખરેખર બહુ મોટો આઘાત કહી શકાય. તેઓ યુવાનો માટે ખૂબ જ પ્રેરણાસ્ત્રોત હતા.જૈન સમાજ ક્યારેય પણ તેમના ઉપકારો ભૂલી શકશે નહીં. 

નાનપણથી જ તેમણે દીક્ષા લીધી હતી અને તેમનું જીવન ખૂબ જ સરળ હતું. નાની ઉંમરે દીક્ષા લઈને તેમણે જૈન શાસન માટે ખૂબ સારા કામો કર્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ 450 થી વધારે સાધુ-સાધ્વીઓએ દીક્ષા લીધી છે. 450 થી વધારે સાધુ-સાધ્વીઓ તેમના શિષ્યો છે. તેમનો સ્વભાવ ખૂબ જ સરસ હતો અને યુવાનો માટે તેઓ ખૂબ જ પ્રોત્સાહક હતા. જૈન શાસન ક્યારેય પણ તેમની ખોટ ભૂલી શકશે નહીં. નવસારી નગરને તેમણે ખૂબ જ ગૌરવ અપાવ્યું છે. 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram