હિંમતનગર તાલુકા પંચાયતની સભામાં હંગામો, ગરીબોની જમીન અમીરોને ફાળવાઇ હોવાનો આરોપ
Continues below advertisement
ભાજપ શાસિત હિંમતનગર તાલુકા પંચાયતના ભાજપના જ સદસ્યએ સામાન્ય સભામાં ભ્રષ્ટાચાર થયો હોવાનું આક્ષેપ કર્યો છે. સાથે જ પ્રશ્નોતરીમાં પણ જવાબ માંગ્યો છે.યોગ્ય તપાસ ના થાય તો આગામી સમયમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત અને ઉગ્ર વિરોધ દર્શાવાની પણ ચીમકી આપી છે. તાલુકા પંચાયતની સવગઢ બેઠકના સદસ્યએ સામાન્ય સભામાં ગરીબો માટે ફાળવેલ પ્લોટ અમીરોના નામે થયા હોવાના પુરાવા પણ રજુ કર્યા હતા.
Continues below advertisement