Navsari News : હિન્દુ સંગઠનો દ્વારા ધર્માંતરણ પ્રવૃત્તિ રોકવા માટે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

Continues below advertisement

તાપીના ડોલવણ તાલુકાના ગામમાં ધર્મપરિવર્તન કરાવાતું હોવાના આરોપ સાથે ગતરાત્રીના ગ્રામજનોએ એક ધર્મસભાનું આયોજન રદ કરાવ્યું. ત્યારે હવે નવસારી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ સહિત હિંદુ સંગઠનો તરફથી કલેકટરને આવેદનપત્ર પાઠવાયું. વિહીપ અને હિંદુ સંગઠનોએ કલેકટરને કરેલી રજૂઆતમાં કહ્યું કે જિલ્લામાં ચાલતી ધર્માંતરણ પ્રવૃતિ પર રોક લગાવવામાં આવે. આટલું જ નહીં તાપી જેવી સ્થિતિ નવસારીમાં ન સર્જાય તે અંગે તકેદારી રાખવા રજૂઆત કરી. 

તાપી જિલ્લામાં ફરી ધર્મપરિવર્તન કિસ્સો સામે આવ્યો છે. ધર્મપરિવર્તનનો હોબાળો છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી આવ્યો છે, પરંતુ સરકારી ચોપડે આજદિન સુધી નોંધાયો નથી. ત્યારે ગત રાત્રિ દરમિયાન તાપી જિલ્લાનાં ડોલવણ તાલુકાના પંચોલ ગામે એક ઘરમાં ખ્રિસ્તીઓ દ્વારા સભા ચાલી રહી હતી ત્યારે ગામના હિન્દુ વસ્તી ધરાવતાં લોકોએ તે સભાનો વિરોધ કરી બહારથી આવેલા ખ્રિસ્તીઓ હોબાળો થતાં નાશી છૂટ્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram