ઇડરમાં પોતાના કાર્યક્રમ પર કાર્યવાહી થતા કિંજલ દવેએ મીડિયા પર ઉઠાવ્યા ગંભીર સવાલ
Continues below advertisement
ઈડરમાં ગાયિકા કિંજલ દવે જે કાર્યક્રમમાં હાજર હતી..તે કાર્યક્રમ યોજનાર આયોજકો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરતા કિંજલ દવે ગુસ્સે થઇ હતી. વલાસણા રોડ પર નવ નિર્માણ પામતી બંગ્લોઝ સ્કીમના બુકીંગ માટે મંજૂરી વગર યોજેલા કાર્યક્રમને લઈ પોલીસે 4 આયોજકો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. જેના કારણે ગિન્નાયેલી કિંજલ દવેએ મીડિયા પર સવાલ ઉઠાવ્યા હતા. નેતાઓ સોશલ ડિસ્ટંસનું પાલન ન કરતા હોવાનો આરોપ લગાવતા કિંજલે મીડિયા પર પણ ગંભીર સવાલ ઉઠાવ્યા હતા.
Continues below advertisement