IND vs AUS| ભારતે 2023 વર્લ્ડકપની હારનો બદલો લીધો, ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવ્યું
abp asmita
Updated at:
25 Jun 2024 07:22 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતે સુપર-8ની છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવ્યું છે. ભારતની જીતમાં રોહિત શર્મા, અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવે સૌથી મોટો ફાળો આપ્યો હતો. રોહિતે 41 બોલમાં 92 રનની તોફાની ઇનિંગ રમી હતી, જ્યારે કુલદીપ યાદવે મધ્ય ઓવરોમાં આવીને 2 મહત્વની વિકેટ લીધી હતી. તેના સિવાય અર્શદીપ સિંહ ફરી એકવાર ઘણી વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. તેણે મેચમાં 3 વિકેટ ઝડપી હતી. પહેલા રમતા ભારતે સ્કોરબોર્ડ પર 205 રન બનાવ્યા હતા. પરંતુ જ્યારે ઓસ્ટ્રેલિયા ટાર્ગેટનો પીછો કરવા મેદાનમાં ઉતર્યું ત્યારે ટ્રેવિસ હેડ એક છેડેથી મક્કમ રહ્યો, પરંતુ બીજા છેડેથી કોઈ બેટ્સમેન લાંબી ઈનિંગ રમી શક્યા નહીં. હેડે 43 બોલમાં 76 રન બનાવ્યા, પરંતુ તે ઓસ્ટ્રેલિયાને જીત તરફ ખેંચી શક્યો નહીં.