Junagadh Heavy Rain | ઘેડ પંથક ફેરવાયું બેટમાં, ઘરો અને મંદિર થયા પાણીમાં ગરકાવ | Abp Asmita

Continues below advertisement

જૂનાગઢના માળીયાહાટીનાનો ભાખરવડ ડેમ સંપૂર્ણ ભરાયો હતો. ભાખરવડ ડેમ સંપૂર્ણ ભરાતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા હતા. ભાખરવડ, વડાળા, વીરડી ગામના લોકોને એલર્ટ કરાયા હતા.

જૂનાગઢના ઘેડ પંથકના ફુલરામા ગામ બેટમાં ફેરવાયુ હતું.  ફુલરામા ગામમાં ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. લોકો ઘરોમાં ઘૂંટણ સુધી પાણી ભરાતા હાલાકીનો સામનો કરી રહ્યા છે.  ભારે વરસાદથી સમગ્ર ઘેડ પંથક બેટમાં ફેરવાયું હતું.

જૂનાગઢ જિલ્લામાં થોડા દિવસોના વિરામ બાદ મેઘરાજાની રિ-એન્ટ્રીના કારણે કેશોદનું મૂળિયાસા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. લોકોના ઘર હોય કે મકાન કે પછી દુકાન અને મંદિર બધુ જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ઘેડ પંથકના મૂળિયાસા ગામમાં વારંવાર જળભરાવની સ્થિતિના પગલે અહીંના લોકો ત્રસ્ત છે.

 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram