Junagadh Rain | મૂશળધાર વરસાદથી જૂનાગઢનો ઘેડ પંથક જળમગ્ન, જુઓ વીડિયો
Junagadh Rain | મૂશળધાર વરસાદથી જૂનાગઢનો ઘેડ પંથક જળમગ્ન, જુઓ વીડિયો
જૂનાગઢના ઘેડ પંથક પણ વરસાદના કારણે જળમગ્ન બન્યો છે. મટીયાણા, આંબરડી ગામના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. પાદરડી, બાલગામમાં રસ્તાઓ પણ જળમગ્ન થયા છે. લોકોના ઘરોમાં અને ખેતરોમાં પાણી ઘૂસી જતાં આ વિસ્તાર બેટમાં ફેરવાયો છે.
ભારે વરસાદના પગલે જૂનાગઢના મુળિયાસામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. છેલ્લા બે દિવસથી મુળિયાસામાં વરસી રહેલા ભારે વરસાદના પગલે પૂર જેવી સ્થિતિ સર્જાતા પાણીમાં મહિલા ફસાઇ હતી. મુળિયાસામાંથી મહિલાનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું. NDRFની ટીમે મહિલાનું રેસ્ક્યુ કર્યું હતું. રેસ્ક્યું બાદ ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી
હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદની શક્યતાને જોતા દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સુરત,નવસારી, વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ છે. સંઘ પ્રદેશ દમણ,દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ છે તો સૌરાષ્ટ્રના છ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર,જૂનાગઢ,રાજકોટ,અમરેલી,ગીર સોમનાથ, ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો નવ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે. જેમાં ,જામનગર, ભાવનગર, સાબરકાંઠા,અરવલ્લી, ભરૂચ, નર્મદા, તાપી,ડાંગ સહિત કચ્છનો સમાવેશ થાય છે.