Kanu Desai | આદિવાસીઓને ભ્રમિત કરવાનો કોંગ્રેસનો પ્રયાસ, પ્રિયંકા ગાંધી પર દેસાઇના પ્રહાર
વલસાડના ધરમપુરમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધીએ જાહેર સભાના માં ભાજપ અને કેન્દ્ર સરકાર પર કરેલા આક્ષેપો મામલે રાજનીતિ ગરમાઈ રહી છે. પ્રિયંકા ગાંધીએ ધરમપુરમાં સંબોધેલી સભામાં ભાજપ દ્વારા સંવિધાન બદલવાના પ્રયાસો થઈ રહ્યા હોવાના આક્ષેપો કર્યા હતા આ સાથે જ અનેક મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર કરેલા આક્ષેપો મામલે હવે રાજનીતિ ગરમાઈ રહી છે. આજે વલસાડ જિલ્લા ભાજપ અને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા એક પત્રકાર પરિષદ યોજાઈ હતી .જેમાં પ્રિયંકા ગાંધીએ ધરમપુરમાં કરેલા આક્ષેપો મામલે વળતો જવાબ આપ્યો હતો. આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા અને ભાજપના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને અરવિંદ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. નાણામંત્રી એ પ્રિયંકા ના આક્ષેપ મામલે વળતો પ્રહાર કરતાં જણાવ્યું કે પ્રિયંકા ગાંધીના દાદીએ સૌપ્રથમ વખત દેશના સંવિધાનમાં બદલાવ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો .અને હવે ચૂંટણી સમયે લોકોને અને આદિવાસીઓને ભ્રમિત કરવા કોંગ્રેસ દ્વારા ખોટો પ્રચાર ચાલી રહ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. ચૂંટણી બાદ વલસાડના આદિવાસી વિસ્તારોમાં થી કેન્દ્ર સરકાર દ્વારા રેલવે કોરિડોર અને મોટી કેનાલો પસાર થઈ રહી હોવાથી અસંખ્ય લોકોની જમીન સંપાદન કરી અને લોકોને બેઘર અને જમીન વિહોણા કરવામાં આવશે આવા દાવા સાથેના નકશાઓ દ્વારા અફવા ફેલાઈ હતી. એ વખતે પણ ભાજપ દ્વારા કોંગ્રેસ પર આક્ષેપ કરાયા હતા. અને ચૂંટણી સમયે લોકોને ભ્રમિત કરવા કોંગ્રેસ આવા દુષપ્રચાર કરીને હોવાના આક્ષેપ કર્યા હતા .આજે ફરી એક વખત ભાજપે પ્રિયંકા ગાંધીના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. નાણામંત્રી દેસાઈ અને ધારાસભ્યો જીતુ ચૌધરી અને અરવિંદ પટેલે પણ પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો મુદ્દે વળતો પ્રહાર કર્યો હતો..