Khyati Hospital Scam: ડો.પ્રશાંત વજીરાણીની પોલીસે કરી ધરપકડ, જાણો શું કરાઈ કાર્યવાહી?

Continues below advertisement

અમદાવાદના એસજી હાઇવે પર રાજપથ ક્લબની  સામે આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં બેદરકારીના કારણે 2 દર્દીના મોત થયાનો પરિવારજનો આક્ષેપ લગાવી રહ્યાં છે. સ્ટેન્ટ મૂકાવ્યા બાદ બંને દર્દીના મૃત્યુ થયા છે.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો   કડી તાલુકાના બોરીસણા ગામમાં હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેનો લાભ લેવા ગયેલા દર્દીઓને ડોક્ટરે સ્ટેન્ટ મુકાવવાનું સજેસ્ટ કર્યું હતું. આ માટે આ દર્દીઓને અમદાવાદની ખ્ચાતિ  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે અહીં સારવાર બાદ અને સ્ટેન્ટ મૂકાવ્યા બાદ બે દર્દીઓના મોત થયા છે.  સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ મહેશભાઈ બારોટ, નાગજીભાઈ સેનમા નામના દર્દીનું મોત થતાં પરિવાજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરીને રોષ પ્રગટ કર્યો હતો. બંને દર્દીના સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ મોત થતાં હોસ્પિટલની કાર્યશૈલી પર ગંભીર સવાલ ઉઠવા સ્વાભાવિક છે.

Khyati Hospital Scam | ડો.પ્રશાંત વજીરાણીની પોલીસે કરી ધરપકડ, જાણો શું કરાઈ કાર્યવાહી?

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram