Kutch: નખત્રાણા-લખપત હાઇવે પર સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, પોલીસે લાઠીચાર્જ કરતા મામલો બિચક્યો
Continues below advertisement
કચ્છના નખત્રાણા લખપત હાઈવે પર સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. વિરોધ કરી રહેલા સ્થાનિકો પર પોલીસે લાઠીચાર્જ કરતા મામલો બિચક્યો હતો. પાવર ગ્રીડ કંપનીએ ટાવર નાખતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોનો આરોપ છે કે તેમની જમીન પર મંજૂરી વગર ટાવર ઉભા કરી દેવામાં આવ્યા છે. વિરોધ છતાં પોલીસ પ્રોટેક્શન સાથે પાવર ગ્રીડ કંપનીએ કામ ચાલુ કરી દેતા ખેડૂતોમાં આક્રોશ છે.
Continues below advertisement