Kutch News: ભુજમાં કોંગ્રેસ કાર્યકર્તા પર મહિલા કોંસ્ટેબલના અપમાનનો આરોપ
ભુજમાં કોંગ્રેસ કાર્યકર્તા પર મહિલા કોંસ્ટેબલના અપમાનનો આરોપ. IBના મહિલા કર્મચારી બેસવા જતા કિસાન કોંગ્રેસ આગેવાને ખેંચી લીધી ખુરશી. કોંગ્રેસ કાર્યકરની ધરપકડ
કોંગ્રેસ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની ભૂજની પત્રકાર પરિષદ મોટા વિવાદનું કારણ બની છે... આઈબીના કર્મચારી હોવાના નાતે પત્રકાર પરિષદમાં રિપોર્ટિંગ માટે પહોંચેલા એક કર્મચારીનું કોંગ્રેસના જ સ્થાનિક નેતા એવા એચ.એસ આહીરે અપમાન કર્યાના દ્રશ્યો સામે આવ્યા છે... અનૂસુચિત જાતિના મહિલા બેઠેલા હતા ત્યા જ આહીરે ખુરશી ખેંચી લીધી અને તેઓ અનુસુચિત જાતિના સભ્ય હોવાનું જાણતા હોવા છતાં અપમાનિત અને ઈજા પહોંચાડવાના ઈરાદા સાથે આ કૃત્ય કર્યાના આરોપ સાથે ગુનો પણ નોંધાયો છે... ભૂજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એટ્રોસિટી એક્ટ સહિતની ફરિયાદ મુજબ આરોપીએ ખુરશી ખેંચી અનુસુચિત જાતિની આ મહિલાને નીચે પાડી મજાક બનાવી તેને અપમાનિત પણ કર્યા... સાથે જ મહિલાને કમર અને પેટના ભાગે ઈજા પહોંચ્યાનું પણ નોંધાયું છે... પોલીસે FIR નોંધી એચ.એસ.આહીરની ધરપકડ કરી... આ એ જ એચ.એસ આહીર છે જેને અગાઉ કંગના રનૌત વિરુદ્ધ સોશલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરી હતી.. પોલીસ કર્મચારી સાથે થયેલી આ વર્તણુકના કારણે એચ.એસ.આહીર વિરુદ્ધ પોલીસ કર્મચારીઓમાં ભારે આક્રોશ છે.. એટલું જ નહીં જીજ્ઞેશ મેવાણીએ ત્યારે દરમિયાનગીરી કેમ ન કરી તેને લઈને પણ સવાલો ઉઠવાની શરુઆત થઈ છે