Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp Asmita

Continues below advertisement

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp Asmita 

કચ્છના શિક્ષણ વિભાગમાં વર્ષોથી શિક્ષકોની ઘટ વર્તાય છે અને તેની વચ્ચે બદલીઓનો દોર શરૂ થતા કચ્છનું પ્રાથમિક શિક્ષણ વધુ ડામાડોળ થાય તેવું વર્તાઈ રહ્યું છે. ભચાઉ તાલુકામાં પણ બદલીઓનો દોર શરૂ થઈ ચૂક્યો છે જેને લઈને પ્રાથમિક શિક્ષકોની 50% જેટલી ઘટ થાય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. નવાઇની વાત તો એ છે કે, 28 જેટલી પ્રાથમિક શાળા માત્ર એક-એક શિક્ષકના ભરોસે ચાલી રહી છે.

ભચાઉ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં 250થી વધુ શિક્ષકોના બદલીના ઓર્ડર થઈ ચૂક્યા છે અને ટૂંક સમયમાં બીજો દોર પણ શરૂ થશે. આ કારણે તાલુકામાં 50% થી વધુ શિક્ષકોની ઘટ ઉભી થશે. તાલુકામાં હાલ 165 પ્રાથમિક શાળા છે જેમાં મંજૂર મહેકમ મુજબ 984 શિક્ષકો જોઈએ પરંતુ તેની સામે 744 શિક્ષકો શિક્ષણ આપી રહ્યા છે.

હાલ 240 શિક્ષકોની ઘટ છે તેવામાં 250 જેટલા શિક્ષકોની બદલીના આદેશ પ્રથમ તબક્કામાં કરાયા છે. બીજા તબક્કામાં 150 થી વધુ શિક્ષકોએ બદલીની માંગણી કરી છે. બદલીના દોરને લઈને 490 શિક્ષકોની હાલ ઘટ થવા જઈ રહી છે. આમ અડધો અડધ શિક્ષકોની જગ્યા ખાલી થશે. આ સંજોગોમાં શાળાઓમાં ભણતા બાળકોનું શિક્ષણ કેટલી હદે કથળી જશે તે આંકડાઓ ઉપરથી જોઈ શકાય છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram