કચ્છઃ સાત વર્ષની બાળકી ગુમ થયા બાદ લાશ મળી આવી, જુઓ વીડિયો
Continues below advertisement
કચ્છના ભચાઉ તાલુકાની કાંઠાળ પટ્ટીના સૌથી છેવાડે આવેલા લાખાપર ગામે ભેદી સંજોગોમાં લાપત્તા થયેલી માસૂમ બાળકીની પડોશના બંધ ઘરના રસોડામાંથી લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ હતી. મળતી જાણકારી અનુસાર, લાખાપરના શ્રમજીવી અગરીયા પરિવારની દીકરી બે દિવસ પહેલા બપોરેના સમયે લાપત્તા થઈ હતી પરંતુ દસ-પંદર મિનિટ સુધી બાળકી પરત આવી નહોતી. જેથી તેમણે શોધખોળ શરૂ કરી હતી. માસીના ઘર પાસે દીકરી જોવા ના મળતાં તે નજીકની દુકાને ગયા હતા. ત્યાં પણ દીકરી જોવા મળી નહોતી. બાળકીના પિતાએ પોલીસના આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે તેમના ઘરથી માંડ 50-60 મીટર દૂર તેમની સાળીનું ઘર આવેલું છે.તેમણે ‘માસીના ઘરના ટાંકામાં પાણી છે કે કેમ તે જોઈ આવીને જણાવવા’ દીકરીને ત્યાં મોકલી હતી.પરંતુ ત્યારબાદથી બાળકી લાપત્તા થઈ હતી. બાળકી ગુમ થતા વોટસએપ પર વાયરલ મેસેજ થતા લોકોએ શોધખોળ હાથ ધરી હતી.
Continues below advertisement