Gir Somnath News: દારૂના નાશ સમયે જ દારૂની કટકી! પકડાયેલો દારૂ ચોરતો પોલીસ કર્મી પકડાયો
Continues below advertisement
દારૂ પકડવાનું કામ કરતી પોલીસ હવે પકડાયેલો દારૂ પણ ચોરવા લાગી છે...જી હા ઘટના છે ગીર-સોમનાથ જિલ્લાની..જ્યાં ગીર ગઢડા પોલીસ મથક વિસ્તારમાંથી ઝડપાયેલા દારૂના જથ્થાનો ઉનામાં નાશ કરવાનો હતો. જેથી આ દારૂનો જથ્થો ટ્રેક્ટર મારફત ઉના લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે ગીર ગઢડા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મી મનુ વાજાએ આ દારૂના જથ્થામાંથી બે કોથળા અને બે બેગ ભરી દારૂનો જથ્થો POLICE પ્લેટ ધરાવતી ખાનગી કારમાં છુપાવી દેવાયો હતો, જોકે આ પકડાયેલો દારૂ ચોરી કરતો પોલીસકર્મી પકડાઈ ગયો હતો, જેથી PI મહેન્દ્રસિંહ રાણાએ મનુ વાજાનો ઊધડો લીધો. ભાંડો ફૂટતા જ મનુ વાજાએ આ દારૂની બોટલો સેમ્પલ માટે લીધી હોવાનું રટન કર્યું..આ ઘટના બાદ મનુ વાજાની હેડ ક્વાર્ટર ખાતે બદલી કરી દેવાઈ.
Continues below advertisement
Tags :
Gir Somnath News