મહામંડલેશ્વર ભારતીબાપુ બ્રહ્મલીન, PM નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યો શોક
Continues below advertisement
વરિષ્ઠ સંત મહામંડલેશ્વર ભારતી બાપુ (Mahamandleshwar Bharti Bapu)93 વર્ષની વયે બ્રહ્મલીન થયા છે. મહામંડલેશ્વર ભારતી બાપુએ અમદાવાદના સરખેજ ખાતે આવેલા ભારતી આશ્રમમાં શનિવારે મોડી રાત્રે દેહ ત્યાગ કર્યો હતો. ભારતીબાપુએ દેહ ત્યાગ કરતા સાધુ -સંતોમાં શોકનો માહોલ છે. સરખેજ ખાતે આવેલા ભારતી આશ્રમમાં સવારે 9.30 વાગ્યા સુધી ભારતી બાપુના બ્રહ્મલીન દેહને દર્શન માટે રાખવામાં આવશે. ભારતીબાપુના પાર્થિવ દેહને જૂનાગઢ ખાતે સમાધિ સ્થાને લઈ જવાશે. ભારતી બાપુના દેહ ત્યાગને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુખ વ્યક્ત કર્યું છે.
Continues below advertisement