IAS Neha Kumari: જીગ્નેશ મેવાણીના આક્ષેપ પર મહીસાગર જિલ્લા કલેક્ટરનો પલટવાર

Continues below advertisement

મહીસાગર જિલ્લા કલેકટર નેહા કુમારીના વિવાદિત વીડિયો મામલે ગઈકાલે જીગ્નેશ મેવાણી દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી હતી તે સંદર્ભે આજરોજ મહીસાગર જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી પત્રકાર પરિષદ યોજી અને માહિતી આપી 

મહીસાગર જીલ્લા કલેકટર તેમજ મામલતદાર નો તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વિડીયો સામે આવ્યો હતો જેમાં એક અરજદાર દ્વારા વિડીયો ઉતારવામાં આવ્યો હતો અને જે વિડિયો વાયરલ થતા તેમાં સંવાદને લઈ અને જીગ્નેશ મેવાણી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને આક્ષેપો કરવામાં આવ્યા હતા. અરજદારને સાથે રાખી અને જીગ્નેશ મેવાણીએ પત્રકાર પરિષદ કરી હતી તે સંદર્ભે આજરોજ મહીસાગર જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર નેહા કુમારી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી અને સમગ્ર માહિતી આપવામાં આવી જેમાં જીગ્નેશ મેવાણીના આક્ષેપોને તેમને ખોટા ઠેરવ્યા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram