Mahisagar News : ખાનપુરમાં આદિજાતિના દાખલાનો વિવાદ વકર્યો, વાલીઓએ દાખલા આપવાની માગ પર અડગ

Continues below advertisement

મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આદિજાતિના દાખલાની માગ પર વાલીઓ અડગ છે. સાંજ સુધીમાં હજુ બાકી શાળાઓમાં SMC કમિટીના સભ્ય પદેથી રાજીનામા આપશે. આવનારા દિવસોમાં જો માગણી ન સંતોષાય તો આગામી દિવસોમાં સરકારી કાર્યક્રમોના બહિષ્કારની પણ સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે.

મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આદિજાતિના દાખલાની માગ પર વાલીઓ અડગ છે. ખાનપુર તાલુકાની કેટલીક શાળાઓમાં વાલીઓએ સામૂહિક SMC કમિટિના સભ્યપદેથી રાજીનામું આપી દીધો. નવાગામ પ્રાથમિક શાળા ખાતે વાલીઓએ શાળાના આચાર્યને રાજીનામું આપી દીધું. આ તરફ આદિજાતિના દાખલાની માગ મુદ્દે વાલીઓએ બાળકોને શાળાએ મોકલવાનું પણ બંધ કરી દીધું છે. સાંજ સુધીમાં હજુ બાકી શાળાઓમાં SMC કમિટીના સભ્ય પદેથી રાજીનામા આપશે. આવનારા દિવસોમાં જો માગણી ન સંતોષાય તો આગામી દિવસોમાં સરકારી કાર્યક્રમોના બહિષ્કારની પણ સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram