Patan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

Continues below advertisement

ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર, પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપ લાગતા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. 15 સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એન્ટી રેગિંગ કમિટીએ 12 ભોગ બનનાર અને 15 રેગિંગ કરનાર વિદ્યાર્થીની પૂછપરછ કરી હતી. જે બાદ 15 સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો હતો. સાથે જ પોલીસ ફરિયાદની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

રેગિંગના આરોપસર 15 સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એન્ટી રેગિંગ કમિટીએ રેગિંગ કરનાર 15 વિદ્યાર્થીની પૂછપરછ કરી હતી. પોલીસ ફરિયાદની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રેગિંગની ઘટનામાં અનિલ નામના વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે.

જો કે રેગિંગની ઘટનાને લઈ રવિવાર મોડી રાત્રે ABVPના કાર્યકરો કેમ્પસમાં પહોચ્યા હતા અને ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. આ સમયે પોલીસ અને ABVPના કાર્યકરો વચ્ચે ઝપાઝપીના પણ દ્વશ્યો સર્જાયા હતા. જો કે બાદમાં પોલીસે આઠથી વધુ ABVPના કાર્યકરોને ડિટેઈન કર્યા હતા. મૂળ સુરેન્દ્રનગરના જેસડા ગામનો અનિલ મેથાણીયા નામનો વિદ્યાર્થી MBBSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેનું મોત થતાં પરિવારજનોએ લગાવ્યો આરોપ હતો કે સીનિયર વિદ્યાર્થીઓએ રેગિંગ કરતાં અનિલનું મોત થયું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram