મેદાનમાં મેડમજી: ધારી બેઠક પરના કૉંગ્રેસ ઉમેદવાર સુરેશ કોટડિયાના પત્ની ભારતીબેન પતિ માટે ચૂંટણી પ્રચારમાં
Continues below advertisement
ગુજરાત પેટાચૂંટણી: સૌરાષ્ટ્ર-કચ્છમાં ચૂંટણીપ્રચાર જોરશોરમાં જામ્યો છે.ત્યારે નેતાઓ રાત દિવસ ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે આ ચૂંટણી પ્રચારમાંથી મેડમજી પણ બાકાત નથી. ધારી બેઠક પર કૉંગ્રેસ ઉમેદવાર સુરેશભાઈ કોટડીયાના પત્ની ભારતીબેન કોટડીયા સવારથી પોતાની બંને દીકરીઓ અને કાર્યકર્તાઓ સાથે ગામેગામ પ્રચારમાં લાગ્યા છે. ભારતીબેન ને મેડમજી કાર્યક્રમમાં જણાવ્યું હતું કે અમારા માટે રાજકારણ નવું નથી મારા સસરા મનુભાઈ કોટડીયા એ આ વિસ્તારના ગામે ગામ લોકોના કામો કર્યા છે ખાસ કરીને વર્ષો સુધી તેઓ કોંગ્રેસમાં નાના કાર્ય કરતી લઈને કેન્દ્ર સુધી અનેક મુદ્દાઓ પર બિરાજમાન થઇ ચૂકયા છે ત્યારે આ વિસ્તારની જનતા નો અમને આશીર્વાદ મળશે તે વાત નક્કી છે. સુરેશભાઈ ની બંને દીકરીઓ પણ સવારથી માતા સાથે ચૂંટણી પ્રચારમાં નીકળી જાય છે
Continues below advertisement