કોરોના કાળમાં વિટામીન-C સહિત કેટલીક દવાની માંગ સાથે ભાવમાં પણ થયો વધારો, જુઓ વીડિયો
Continues below advertisement
કોરોના કાળમાં કોરોનાની સારવાર માટે કેટલીક દવાનો મહત્તમ ઉપયોગ થઈ રહ્યો છે, જે પૈકી એક છે વિટામીન સી ની દવા. જોકે છેલ્લા કેટલા સમયથી એટલે કે માર્ચ મહિનાથી કોવિડ બીમારી સામે આવ્યા બાદ તેના ચલણમા વધારો જોવા મળ્યો, સાથે સાથે તેના ભાવમાં પણ, વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્ય કેમિસ્ટ ફેડરેશનનું માનીએ તો વિટામિન સી બનાવતી અલગ કંપનીની વિટામિન સી દવાની કિંમતમાં ૨૫થી ૩૦ ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. જે વિટામિન સી ની દવા પહેલા ૧૫ થી ૨૦ રૃપિયામાં મળતી, તે હવે 60 રૂપિયામાં મળી રહી છે. જ્યારે કેટલીક મોટી બ્રાન્ડની દવા તો રૂપિયા 150 થી 200ની વચ્ચે મળી રહી છે. આ સિવાય વિટામિન સી અને ઝીક યુક્ત દવાના ભાવ પણ વધ્યા છે. માત્ર એલતું જ નહીં પરંતુ ઓનલાઇન વિટામીન સીની દવાના ભાવ ખૂબ ઊંચા જોવા મળી રહ્યા છે, જે દવા રિટેલ મેડિકલ 4 થી 50 મળે છે, તે હજારથી બે હાજર માં મળી રહી છે, જેની સામે કેમિસ્ટ ફેડરેશને વાંધો ઉઠાવતા સરકાર સમક્ષ વિટામિન સીની દવાના ભાવ પર અંકુશ લાવવા માંગ કરી છે.
Continues below advertisement