Junagadh Gadi Controversy : જૂનાગઢ અંબાજી મંદિર ગાદી વિવાદ મામલે મંત્રી કુંવરજી બાવળિયાએ શું કહ્યું?

Continues below advertisement

Junagadh Gadi Controversy : જૂનાગઢ અંબાજી મંદિર ગાદી વિવાદ મામલે મંત્રી કુંવરજી બાવળિયાએ શું કહ્યું?

જૂનાગઢના ગિરનાર પર આવેલા અંબાજી મંદિરના ગાદીને લઈને વિવાદ દિવસેને દિવસે વધુ ફેલાઈ રહ્યો છે. હવે આ મામલામાં સરકારના મંત્રીનું નિવેદન પ્રથમ વખત સામે આવ્યું છે. સરકારના મંત્રી કુંવરજી બાવડિયાએ કહ્યું કે, "સંતોનું કામ ધાર્મિકતા જાળવવાનું છે. આખો પ્રશ્ન એક ધાર્મિક જગ્યા બાબતનો છે અને જે સંતો છે તે પોતાનો ધર્મનું કાર્ય કરે છે. જે સંતોને સેવાનું કાર્ય હોય તેઓ તે કરે છે."

મહેશ ગિરી દ્વારા વાયરલ કરેલા પત્રની તપાસ ચાલુ કરવામાં આવી છે તેવું જૂનાગઢ કલેક્ટરનું નિવેદન સામે આવ્યું છે. વાયરલ પત્ર સહિતના મુદ્દા પર સરકાર ગંભીર છે તેવું કલેક્ટરે જણાવ્યું છે. 

ભવનાથ મંદિરના મહંત બાબતે કલેક્ટરે કહ્યું કે, "2025 ના જુલાઈ સુધી હાલના મહંત હરિગિરીજીની નિમણૂક થયેલી છે. 317/2025 જે પણ ગ્રીવાન્સ અમને મળ્યા છે વિવિધ સંતો તરફથી એના બાબતે તપાસ સોંપવામાં આવેલી છે. ખાસ જે ગ્રીવાન્સ મળ્યા છે એમાં એ છે કે જે શરતોએ એમની નિમણૂક છે એ શરતોનું પાલન થાય છે કે નથી થતું તેના માટે અમારા તાબાના અધિકારીઓ છે એ અત્યારે તપાસ કરી રહ્યા છે. તપાસના અંતે અમારી પાસે જે પણ રિપોર્ટ આવશે એના અનુસાર આ બાબતે કાર્યવાહી કરવામાં આવશે."

વાયરલ પત્ર બાબતે કલેક્ટરે સ્પષ્ટતા કરતા કહ્યું કે, "આ પત્ર જે છે એ વર્ષ 2000 ને 21 નો હોય એવી જાણકારી મળી છે. આવાબતે પણ ખૂબ ડિટેલમાં નિષ્પક્ષ રીતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. એમાં જિલ્લા પોલીસ તરફથી પણ તપાસ થઈ રહી છે અને જરૂરી માહિતી ભેગી કરી અને પત્રનું ઉદ્ભવસાંત શું છે? એનો કન્ટેન્ટ છે એની સત્યતા વગેરે માટે અત્યારે તપાસ ચાલી રહી છે. એમાં જરૂર જણાય તો એફએસએલ વગેરા છે એની પણ એમાં મદદ લેવામાં આવશે. સંપૂર્ણ ખરાઈ થયા બાદ એમાં પણ જે પણ જે કાર્યવાહી છે એ આ ધરવાની થાય છે."

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram